કોરોના ઈફેક્ટ : વડોદરામાં 70 રૂપિયાના એન-95 માસ્કની કિંમત રૂ. 250
લોકોમાં કોરોનાનો કાલ્પનીક ભય ફેલાયો છે જેનો સૌથી વધુ ગેરલાભ દવાઓના વેપારીઓ ઉઠાવી રહ્યા છે. વડોદરામાં સ્થિતિ એવી છે કે લોકો માસ્ક લેવા માટે પડાપડી કરી રહ્યા છે એટલે ડિસ્ટ્રિબ્યૂટર્સ અને વેપારીઓએ માસ્કની કિંમતમાં ૪૦૦ ટકાનો વધારો કરીને લૂંટ ચલાવી છે. જેની સામે સરકારી તંત્ર અને કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ચુપચાપ હોવાથી કાળા બજારના આ ધંધામાં તેમના આશીર્વાદ હોવાની શંકા ઉભી થઇ રહી છે.
કોરોનાના ભયના કારણે લોકો માસ્ક લેવા માટે મજબૂર બન્યા છે. વડોદરામાં શું સ્થિતિ છે તે જાણવા માટે વડોદરાના કેટલાક મેડિકલ સ્ટોરના સંચાલકો અને માસ્કની ખરીદી કરવા આવેલા લોકો સાથે વાત કરતા જાણવા મળ્યુ કે વડોદરામાં તો માસ્કના કાળા બજાર થઇ રહ્યા છે. કોઇ પણ પ્રકારના વાયરસને શ્વાસમાં જતા રોકવા માટે ખાસ એન-૯૫ પ્રકારના માસ્કની જરૃર પડે. આ પ્રકારનો માસ્ક અગાઉ બજારમાં ૬૫ થી ૭૦ રૃપિયામાં મળતો હતો પરંતુ કોરોનાના ડરના કારણે માસ્કની ડિમાન્ડ વધતા જ માસ્ક બનાવતી કંપનીઓે, ડિસ્ટ્રિબ્યૂટર્સે અને વેપારીઓેની સિન્ડિકેટ બની ગઇ છે અને ગ્રાહકોને લૂંટવાની યોજના બનાવી લીધી છે. હાલમાં વડોદરામાં એન-૯૫ પ્રકારના માસ્ક રૃ.૨૨૫ થી ૨૫૦ની કિંમતમાં મળી રહ્યા છે.
આટલા રૃપિયા ખર્ચવા છતાં પણ માસ્ક બજારમા સહેલાઇથી મળતા નથી. બીજી તરફ કેટલાક વેપારીઓ રૃ.૧૦ થી ૧૫માં મળતા સાદા માસ્ક પણ એન-૯૫ પ્રકારના માસ્ક હોવાનું બતાવીને અજ્ઞાાની ગ્રાહકોને લૂંટી રહ્યા હોવાની પણ ફરિયાદ વધી છે.
Comments
Post a Comment